કેશોદના અગતરાય ગામ પાસે ટેન્કરમાં બાયોડીઝલ ભરી હેરાફેરી કરતો ડ્રાઇવર ઝડપાયો

પોલીસે રૂ.૫૦,૪૦૦ની કિંમતનું ૯૦૦ લીટર બાયોડીઝલ ભરેલુ ટેન્કર કબ્જે લીધું

જૂનાગઢ : કેશોદના અગતરાય ગામ પાસે પોલીસે ટેન્કરમાં બાયોડીઝલ ભરી હેરાફેરી કરતા ડ્રાઇવરને ઝડપી લીધો હતો.તેમજ પોલીસે રૂ.૫૦,૪૦૦ની કિંમતનું ૯૦૦ લીટર બાયોડીઝલ ભરેલુ ટેન્કર કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદના અગતરાય ગામ પાસે ભગવાન વડવાળા હોટલની પાછળ ગ્રાઉન્ડમાં ગઈકાલ તા.૨૨ના રોજ આરોપીએ કાનાભાઇ ભોજાભાઇ ગરચર (ઉ.વ.૩૧ ધંધો ડ્રાઇવીંગ રહે.કેશોદ સાબળીયા નેશ પીપળીના રસ્તે તા.કેશોદ જી.જુનાગઢ) એ પોતાના હવાલા વાળો ટ્રક ટાટા ૪૦૭ ટેન્કર રજી.નંબર GJ 03 V 6581 ની કી.રૂ.૩,૦૦,૦૦૦મા પેટ્રોલીયમ જ્વલનશીલ પદાર્થ બાયોડીઝલ લી.આ.૯૦૦ જેની કી.રૂ.૫૦,૪૦૦ વાળુ સરકારના નીયમ મુજબ કોઇ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર અનઅધિક્રુત રીતે ભરી આવી તેમજ આ પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો ભરી આવી હેરફેર કરી વેચાણ કરતા ઉપરોક્ત મુદામાલ સાથે આરોપીની ઝડપી લઈ આ અંગે ગુન્હો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.