પરિણીતાને પતિ અને સાસુએ શારીરીક તથા માનસિક ત્રાસ આપ્યો

વંથલીના બોડકા ગામે પરિણીતાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલી તાલુકામાં ઘરેલુ હિંસાનો બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં વંથલીના બોડકા ગામે પરિણીતાને પતિ અને સાસુએ શારીરીક તથા માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ડીમ્પલબેન મહેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.૨૪ રહે.બોડકા બાવાજીના ગામ તા.વંથલી)એ આરોપીઓ તેના પતિ મહેન્દ્રભાઇ દેવજીભાઇ ચૌહાણ તેમજ સાસુ નંદુબેન દેવજીભાઇ ચૌહાણ (રહે.બન્ને બોડકા બાવાજીના ગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી મહેન્દ્રભાઇ સાથે લગ્ન કરેલ હોય અને આરોપી નંદુબેન ફરીયાદીના સાસુ થતા હોય અને આ ફરીયાદી પોતાના લગ્ન જીવનમાં પોતાના સાસરે હોય તે દરમ્યાન ફરીયાદીને આરોપી મહેન્દ્રભાઇએ તથા આરોપી નંદુબેનએ ફરીયાદીને અવારનવાર શારીરીક તથા માનસિક રીતે દુખ ત્રાસ આપી મેણા ટોણા મારી આરોપી મહેન્દ્રભાઇએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તથા ગાળો આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું