તુ ગાંડી છો કહી પતિ અને સસરિયાએ પરિણીતાને પ્લાસ્ટીકનો પાઇપથી માર માર્યો

માંગરોળના ચિંગરીયા ગામે પરિણીતાએ પતિ અને સસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના ચિંગરીયા ગામે ઘરનો કજીયો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં તુ ગાંડી છો કહી પતિ અને સસરિયાએ પરિણીતાને પ્લાસ્ટીકનો પાઇપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ પતિ અને સસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવનાબેન ભુપતભાઇ વાજા (ઉ.વ ૩૧ રહે કરમદી ચિંગરીયા તા.માંગરોળ જી. જુનાગઢ) એ તેના પતિ ભુપતભાઇ પુનાભાઇ વાજા, સસરા પુનાભાઇ ગાંગાભાઇ વાજા, પ્રતાપભાઇ પુનાભાઇ વાજા (રહે બધા કરમદી ચિંગરીયા તા. માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના દિકરા ભાવિકને લેવા માટે પોતાની વાડીએ ગયેલ ત્યારે આરોપીઓ ત્યા હાજર હોય અને તેઓએ કહેલ કે તુ ગાંડી છો તેમ કહી ફરીયાદીના દિકરા ભાવિકને ફરીયાદી સાથે આવવા ન દેતા જે બાબતે બોલાચાલી થતા ત્રણેય આરોપીઓએે ફરીયાદીને મન ફાવે તેમ ભુંડી ગાળો બોલી તેમજ આરોપીઓ પાસે એક પ્લાસ્ટીકનો પાઇપ હોય જે પાઇપ વડે ફરીયાદીને એ ઘા શરીરે તથા એક ઘા કપાળના ભાગે મારી સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.