જૂનાગઢ નજીક યુવાનને લાકડાનાં ધોકા વડે લમધાર્યો

જૂનાગઢ : જૂનાગઢ નજીક યુવાનને લાકડાનાં ધોકા વડે લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હિતેશભાઈ વિજયભાઈ ઝાલા (ઉ.વ.૨૮ રહે.પ્રદીપ સિનેમા પાસે દીનદયાળ નગર ખાડિયામાં જુનાગઢ)એ કાનો અને આદિત (રહે.બંન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર-મારી લાકડાનાં ધોકા વડે ફરીયાદીને માથામાં,હાથમાં તથા વાસામાં ઈજા કરી હતી.