જૂનાગઢ સકરબાગ ઝુના બે સિંહો અને ત્રણ દીપડાને અપાઈ વેક્સિન

પ્રાણીઓ માટે બનાવેલી કોવિડ વેકસીનનું કરાયું ટ્રાયલ

જૂનાગઢ : લોકોની સાથે પ્રાણીઓને પણ કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવા માટે કોવિડ વેકસીન બનાવવામાં આવી છે. આથી જૂનાગઢ સકરબાગ ઝુમાં પ્રાણીઓ માટે બનાવેલી કોવિડ વેકસીનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ રૂપે જૂનાગઢ સકરબાગ ઝુના બે સિંહો અને ત્રણ દીપડાને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી.

જૂનાગઢ સકરબાગ ઝુમાં પ્રાણીઓ માટે બનાવેલી કોવિડ વેકસીનની ટ્રાયલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં સકરબાગ ઝુના બે સિંહોને અને ત્રણ દીપડાને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. જેમાં પ્રાણીઓ માટે બનાવેલી કોવિડ વેકસીનનું ટ્રાયલ કરાતા હવે ૨૧ દિવસ બાદ નમુના લેવામાં આવશે.જેમાં લોહીના નમૂના લીધા બાદ રિસર્ચ કરવામાં આવશે. એન્ટીડોટ બન્યા કે નહિ તે અંગે તપાસ કરાશે.ગત તારીખ ૬ મેના રોજ વેકસીનના ડોઝ અપાયા હતા.