કૌટુંબિક ક્લેશમાં પતિએ પુત્ર સાથે મળી પત્નીને ઢીબી નાખી

માળીયા હાટીનાના દેવગામેં બનેલા બનાવમાં પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માળીયા હાટીનાના દેવગામેં કૌટુંબિક ક્લેશમાં પતિએ પુત્ર સાથે મળી પત્નીને ઢીબી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને પુત્ર સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મંજુબેન બાબુભાઇ ગળચર (ઉ.વ.૩૬ રહે.દેવગામ તા.માળીયા જી.જુનાગઢ) એ તેમના પતિ બાબુભાઇ તથા દીકરો પ્રકાશભાઇ (રહે.બધા.દેવગામ તા.માળીયા હાટીના)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ પતિ તથા દીકરાએ ફરીયાદીની દીકરીને તેના દેરાણી પાસે બેઠેલ હોય જેથી પોતાની બેસવાનુ કહેતા ફરીયાદીના દેરાણીએ ફરીયાદીના પતિ તથા દીકરાને વાત કરતા ફરીયાદીના પતિ તથા દીકરાએ ફરીયાદીને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી લાકડી તથા સેટીના ધોકા વડે બન્ને પગના તથા વાસામા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે તથા પગમા મુઢ ઇજાઓ કરી હતી.