વીસાવદર અને ભેસાણમાં વરલી મટકા તેમજ તિનપત્તિ રમતા નવ ઝડપાયા

જૂનાગઢ : વીસાવદર પોલીસે ગઈકાલે ડોબરીયા પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રહેણાંક મકાને તિનપત્તિ રમતા પીયુષભાઇ ઉર્ફે રાજુ ધીરજભાઇ વિરડીયા, કાંતીભાઇ ગોકળભાઇ મકવાણા, જગદીશભાઇ બાઘાભાઇ વાઘમશીને રોકડા રૂ.૧૮,૫૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ વીસાવદર પોલીસે ડોબરીયા પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા જગદીશભાઇ બાઘાભાઇ વાઘમશીને રોકડ રૂપિયા-૩,૩૦૦ સાથે ઝડપી લીધો હતા. આ ઉપરાંત ભેસાણ પોલીસે રહે.વાંકુના ખારચીયા, પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઉનડભાઇ હનુભાઇ ભાટી, ધનજીભાઇ નાનજીભાઇ વોરા, સુભાષભાઇ બાલુભાઇ બુટાણી, રજાકભાઇ જાફરભાઇ સેતા, રફીકભાઇ હાજીભાઇ વિશળને રોકડા રૂ.૧૨૭૫૦ તથા હાથ બતી એક કિ.રૂ. ૨૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂ. ૧૨૦૦ મળી કુલ રૂ. ૧૪૧૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.