ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાશે

જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૨૬ મેના યોજાશે

તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ તા.૧ થી ૩ જુન સુધી યોજાશે

વિવિધ વિભાગના તજજ્ઞ વક્તાઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાનાર છે. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને જો યોગ્ય અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન મળી રહે તો યોગ્ય કારકિર્દી બની શકે છે. એ ઉમદા હેતુથી કારકિર્દીલક્ષી માર્ગદર્શન અંગેના કેમ્પ યોજાનાર છે.

જૂનાગઢ જિલ્લા કક્ષાનો શહેર-ગ્રામ્યનો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ તા.૨૬/૫/૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૧-૫૦ કલાક સુધી સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલ જૂનાગઢ ખાતે યોજાશે. જેમાં રોજગાર અને તાલીમ ટેક્નીકલ શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ અને પશુપાલન જેવા વિભાગના તજજ્ઞો વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપશે.

જ્યારે તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં વંથલી તાલુકાનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ વંથલી, માણાવદર તાલુકાનો કાર્યક્રમ લાયન્સ હાયર સેકન્ડરી સ્કુલ માણાવદર, કેશોદ તાલુકાનો કાર્યક્રમ ડી.ડી.લાડાણી વિદ્યાલય-કેશોદ ખાતેતા.૧/૬/૨૦૨૨નારોજ સવારે ૧૦ થી ૧૧-૫૦ કલાકે યોજાશે.

વિસાવદર તાલુકાનો કાર્યક્રમ એપોલો હાઇસ્કુલ વિસાવદર ખાતે, માળિયા તાલુકાનો ચાણક્ય પબ્લિક સ્કુલ માળિયા હાટીના ખાતે, ભેંસાણ તાલુકા શ્રી વિનય મંદિર ભેંસાણ ખાતે તા.૨/૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૧-૫૦ કલાકે યોજાશે.જ્યારે મેંદરડા તાલુકાનો કાર્યક્રમ સરસ્વતી હાઇસ્કુલ મેંદરડા, માંગરોળ તાલુકાનો બીઆરસી ભવન માંગરોળ ખાતે તા.૩/૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૧-૫૦ કલાકે યોજાશે.