જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના સેવાસેતુમાં ૪૨૧૧૦ અરજીઓનું નિરાકરણ

સેવાસેતુમાં રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ અરજીઓનુ જૂનાગઢ જિલ્લામાં નિરાકરણ કરાયુ

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. સમગ્ર રાજયમાં હાલ સેવાસેતુનો ૮ મો તબક્કો કાર્યરત છે. જેમા તા. ૧૪ મે ના રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્મમાં જૂનાગઢ જિલ્લામા કુલ ૪૨,૧૧૦ અરજદારોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ હતુ..

જૂનાગઢ તાલુકામાં ૬૭૦૬ અરજીઓ, વિસાવદર તાલુકામાં ૬૬૨૭ અરજીઓ, ભેંસાણ તાલુકામાં ૬૫૧૧ અરજીઓ, વંથલી તાલુકામાં ૫૮૬૫ અરજીઓ, માણાવદર તાલુકામાં ૫૭૪૫ અરજીઓ, મેંદરડા તાલુકામાં ૫૩૫૩ અરજીઓ, માળિયા હાટીના તાલુકામાં ૫૩૦૩ અરજીઓ એમ મળીને કુલ ૪૨૧૧૦ અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું

રાજયના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ ૪૨,૧૧૦ અરજીઓ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શન તળે ગત તા. ૧૪ મે ના રોજ જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના પ્રશ્નો- દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવી ૫૬ સેવાઓ માટે આવવુ ન પડે એ હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.