દારૂ પીવાની કુટેવે યુવાનનો ભોગ લીધો

જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારના યુવાનનો નશાની હાલતમાં ગળેફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ : જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારના યુવાને દારૂના નશાની હાલતમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ પીવાની લત હોય અને દારૂના નશામાં જ આ યુવાને ફાની દુનિયા છોડી દીધી હોવાનું બહાર આવ્યું હતું.

જૂનાગઢ એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કિશનભાઈ પ્રેમજીભાઈ સાગઠીયા ઉ.વ. ૩૭ (રહે.દાતાર રોડ,દુબળી પ્લોટ વિસ્તાર, જૂનાગઢ) નામના યુવાને ગઈકાલે દાતાર રોડ, દુબળી પ્લોટ વિસ્તારમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતક યુવાનને દારૂ પીવાની આદત હતી. આ યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને નશાની હાલતમાં ગળાફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.