જુનાગઢમાં અપહરણ-ખંડણીના મુખ્ય 3 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

આરોપીઓને પકડી મુદામાલ રીકવર કરાયો

જુનાગઢ : જનાગઢ સી ડીવીઝન પોલીસ દ્વારા જુનાગઢ શહેરમાં અપહરણ તથા ખંડણીના બનાવમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી અને મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તા. 16ના મોડી રાત્રીના સમયે જુનાગઢ ચીતાખાન ચોકમાં આવેલ માલકાણી નામની મોબાઇલની દુકાન ધરાવનાર અકરોજભાઇ અમદભાઇ માલાણીનો છ આરોપીઓ જેમા મોહસીન ઉર્ફે હોલેહોલે, સોહીલ, અકરમ પટેલ, સરફરાજ ઉર્ફે ડાબરો, શાહરૂખ બાપુ અને એક અજાણ્યો પુરુષએ જુનાગઢ કાળવા ચોકમાંથી પીછો કરી અને બહાઉદિન કોલેજની સામે પકડી લઇ અને ત્યાંથી ફરીયાદીને છરીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂપીયા 10 લાખ જેટલી માતબર રકમની ખંડણીની માંગણી કરી ફરીયાદીનું અપહરણ કરી સરદારબાગની અંદર આવેલ કેન્ટીનની પાછળ અવાવરૂ જગ્યામાં લઇ જઇ ફરીયાદીને ઢીકા પાટુ તથા પથ્થર વડે માર મારી અને છરીનો ઘા મારી ફરીયાદીને લોહીલુહાણ કરી અને આરોપીઓની ચુંગલમાંથી જીવીત છુટવા માટે તાત્કાલીક રૂપીયાની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.

આથી, ફરીયાદીએ પોતાના ભાઇને ફોન કરી તાત્કાલીક રૂપીયા 2 લાખની વ્યવસ્થા આરોપીઓને કરી આપેલ આમ છતાં પણ આરોપીઓની રૂપીયાની લાલચ પુરી થયેલ નહિ અને ફરીયાદીને બીજા રૂ. 8 લાખની વ્યવસ્થા કરવા જણાવેલ અને ફરીયાદીને લોહી લુહાણ હાલતમાં પોતાના બંધમાં રાખી અલગ અલગ જગ્યાએ ફેરવેલ અને સવારે રૂપીયા 5 લાખ આપી જવાની અને પોલીસ ફરીયાદ નહી કરવાની ધમકી આપી આરોપીઓએ ફરીયાદીને તેના ચુંગલમાંથી મુકત કરેલ અને પછી ફરીયાદી ત્રિમૂર્તી હોસ્પીટલમાં સારવારમાં દાખલ થયેલ હતા. જે બાબતે તા. 16ના સવારના સી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો.

વધુમાં, ફરીયાદી અબ્દુલકાદરભાઇ હાસમભાઇ ભાટા એ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરીયાદ આપેલ કે તા. 15 ના પોતાને આરોપીઓ મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાજ ઉર્ફે ડાબરો, શાહરૂખ, ફીરોજ ઉર્ફે લાલોએ સરદારબાગની અંદર આવેલ કેન્ટીન પાસે પોતાને બોલાવી પોતાને ગાળો આપી આરોપી મોહસીન એ છરી બતાવી રૂપીયા 5 લાખની ખંડણી માંગેલ અને જો ખંડણીના રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જેથી, ફરીયાદીએ આરોપીઓના ચુંગલમાંથી જીવીત બચવા રૂ. 10 હજાર તાત્કાલીક આરોપીઓને ખંડણી પેટે આપેલ હતા.

આમ, આરોપીઓએ અલગ અલગ બે વ્યકતીઓ પાસેથી ખંડણીના કુલ રૂપીયા 2,10,000 બળજબરીપૂર્વક કઢાવી લીધેલ હોય. જેથી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે ગુનામાં પકડી અને ફરીયાદીના રોકડ રૂપીયા રીકવર કરવા સુચના આવેલ હોય. જેથી, જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીની ખાનગી બાતમીદારોથી તેમજ ટેકનીકલ માધ્યમથી શોષખોળ ચાલુ કરેલ. પરંતુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા અને ગુનામાં ગયેલ મુદામાલના રૂપીયા રીકવર કરવા પોલીસ માટે પડકારરૂપ હોય. જેથી, આરોપીની તપાસ માટે પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ.

તે દરમ્યાન પોલીસને સયુંકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ આરોપી મોહસીન ઉર્ફે હોલેહોલે હાલ ઢાલ રોડ ઉપર આવેલ મચ્છી માર્કેટમાં આંટા મારે છે.અને આરોપી ખુબ જ ઝનુની સ્વભાવનો હોય. જેથી, પોલીસ ટોમ સાથે મચ્છી માર્કેટમાં જતા આરોપી તેના સ્વભાવ પ્રમાણે ભાગેલ પરંતુ સાથેના પો.સ્ટાફએ તેમનો પીછો કરી તેમને પકડી લીધેલ અને તેમની જડતી કરતા ગુનામાં ઉપયોગ કરેલ એક ફૂટ લંબાઇની કરી તેના નેફામાંથી મળી આવેલ હતી.

બાદમાં અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હતી. દરમ્યાન પોલીસને સયુંકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો તેના ઘરે હાજર છે. જેથી, પોલીસની ટોમ સાથે આરોપીના ઘરે પહોંચતા આરોપી તેની મોટર સાઇકલ લઇ ભાગવાની ફીરાકમાં હોય. જેથી, તેમને જે તે સ્થીતીમાં દબોચી લીધેલ અને તેની પાસેની બર્ગમેન મોટર સાઇકલમાંથી આશરે એક ફુટ લંબાઇની ગુનામાં ઉપયોગ કરેલ છરી મળી આવેલ હતી.

દરમ્યાન પોલીસને સયુંકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ફીરોજ ઉર્ફે લાલો કાસમભાઇ હાલા ગામેતી હાલ જુનાગઢ ખામધ્રોળ રોડ નવી આર.ટી.ઓ. કચેરી સામે હોવાની હકિકત મળતા પોલીસની ટીમ સાથે આર.ટી.ઓ. કચેરી સામે જતા આરોપી ભાગવાની ફીરાકમાં હોય. જેથી, તેમને જે તે સ્થીતીમાં દબોચી લીધેલ અને તેની પાસેની બળજબરીથી કઢાવેલ રોકડા રૂપીયામાંથી ભાગમાં આવેલ રૂ. 3000 તથા મોબાઇલ ફોન મળી આવેલ હતો.

આમ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને ગુનો બન્યાની ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવેલ અને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ હતી. આ કેસમાં પોલીસે આરોપીઓ મોહસીન ઉર્ફે હોલેહોલે ફિરોજભાઇ મલેક, સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી અને ફીરોજ ઉર્ફે લાલો કાસમભાઇ લાલા ગામેતીને પકડી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ રીઢા ગુનાગરો હોવાથી આરોપીઓ વેપારીઓ તેમજ સારા ઘરના લોકોને ધાક ધમકીઓ આપી, હથિયારો બતાવી લાખો રૂપીયાની ટકમ પડાવતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય, કોઇપણ માણસ આ આરોપીઓની ભોગ બનેલ હોય તો કોઇપણ જાતના ડર વગર ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. હિતેન્દ્રસિંહ ભાટી (મો..નં, ૯૭૨૭૭૨૨૪૮૮) તેમજ જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇ.જે.જે.ગઢવી (મો.ન, ૮૦૦૦૦૨૧૦૦૨) ઉપર સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જે.જે.ગઢવી, પો.સબ ઇન્સ. તથા પો.સ્ટે.ના એ.એસ.આઇ એન. વી. રામ, પો.હેડ કોન્સ આઝાદસિંહ મૂળભાઇ સીસોદીયા, પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ, પો.હેડ કોન્સ. એસ.પી.રાઠોડ, પો.કોન્સ. કરણસિંહ દેવાભાઇ ઝાકાત, દિલીપભાઇ બચુભાઇ ડાંગર, ચેતનાસર જગુભાઇ સોલંકી, મનીષભાઈ તથા જીલુભાઈ વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.