સરકારી જમીનમા વંડી ચણવા મામલે મહિલાને માર માર્યો

માંગરોળના શેરીયાજ ગામેં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માંગરોળના શેરીયાજ ગામેં સરકારી જમીનમા વંડી ચણવા મામલે મહિલાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ ચાર પાડોશીઓ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ મરીન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાણીબેન રામજીભાઇ ચુડાસમા (ઉ.વ.૫૫ રહે શેરીયાજ રામ મંદીરની બાજુમા તા.માંગરોળ)એ આરોપીઓ પરેશભાઇ કરસનભાઇ ખાંભલા, રામાભાઇ બાવનભાઇ ખાંભાલા, લાખાભાઇ બાવનભાઇ ખાંભલા, કાનાભાઇ નોંધાભાઇ ખાંભલા (રહે તેમામ શેરીયાજ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ સરકારી જમીનમા ફરીયાદીના બળતણ પડેલ હોય ત્યા વંડી ચણતા હોય ફરીયાદીએ આ ચારેય આરોપીને વંડી ચણવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઈ બોલાચાલી કરવા લાગેલ અને પરેશભાઇ કાનાભાઇ ખાંભલાએ ફરીયાદીને જાપટ મારી ધક્કો મારી નીચે પછડી દઈને આ જમીન અમારી છે હવે પછી અહી આવશો તો જીવતા નહી છોડીએ તેમ ધમકી આપી હતી.