આગામી વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો : જૂનાગઢમાં “આપ”નો રોડ શો

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિતનાએ રૂ.500ની નોટો વરસાવી, ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો

જૂનાગઢ : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો લોકોને અત્યારથી રિઝવવા માટે મેદાને આવ્યા છે અને અવનવા અખતરાઓ કરીને લોકોનું પોતાના પક્ષ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ભારે ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે ઉભરી રહેલા આમ આદમી પક્ષે પણ વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આથી જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો.

જુનાગઢમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ જોડાયા હતા. ગોપાલ ઇટાલીયા સહિતનાઓએ રૂ.500ની નોટો વરસાવી હતી. તેઓએ કોંગ્રેસ પર ભારે પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ તો ખતમ થઈ ચૂકી છે. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ જ મેદાનમાં રહેશે તેમ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ભાજપ સામે પણ અનેક પ્રહારો કર્યા હતા અન ભ્રષ્ટ પાર્ટીને નહીં ચુને જનના તેમ જાણવીને ગોપાલ ઇટાલીયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડતા આપમાં જોડાશે કે નહીં તેના જવાબમાં તેઓએ હાર્દિક પટેલ આપમાં આવે એવી કોઈ ચર્ચા નથી. તેમ જણાવ્યું હતું.