મેંદરડાના અંબાળા ગામેં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

જૂનાગઢ : મેંદરડાના અંબાળા ગામેં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમતુભાઇ જેઠાભાઇ મેર (ઉ.વ.૪૫ રહે. અંબાળા ગામ વાડીએ તા.મેંદરડા જી જુનાગઢ) નામના યુવાનને માનસીક બિમારી હોય તેઓ ઘરેથી અવાર નવાર કોઇને કહ્યા વગર જતા રહેતા હોય અને ગઈકાલે પણ ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ તેઓની શોધખોળ કરતા પોતાના ખેતરમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.