માણાવદરના મીતડી ગામેં રિવર્સમાં આવતા ટ્રેકટર હડફેટે યુવાનનું મોત

જૂનાગઢ : માણાવદરના મીતડી ગામેં રિવર્સમાં આવતા ટ્રેકટર હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પ્રવીણભાઇ ઉર્ફે પંકજ ઉર્ફે એડી ભીખાભાઇ સીંગલ (ઉ.વ. ૩૬ રહે. વાડોદર ગામ નવા વાસમા તા.ધોરાજી જી.રાજકોટ)એ આરોપી ટ્રેકટર નં. જી.જે. ૧૧ એમ ૮૬૫૬નો ચાલક ધરમભાઇ ગોવિંદભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે રીવેશમા ચલાવી આવી ફરીયાદીના ભાઇ સુરેશભાઇને પેટના ભાગે ટ્રેકટરની ટ્રોલી ભટકાવી પેટના ભાગે ગંભીર ઇજા કરતા તેનું મોત નીપજ્યું હતું.