જૂનાગઢ અને વીસાવદરમાં ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે જૂનાગઢના કાળવા ચોક કૈલાશ સોડા પાસે રોડ ઉપર આરોપી દેવાંગ મુકુંદરાય મહેતાને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના ચપટ્ટા નંગ-૦૨ મેકડોવેલ્સ નં ૦૧ અને ૧૮૦ એમ.એલ.ની કંપની શીલ પેક ચપટ્ટા નંગ-૦૨ કિ.રૂ.૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે વીસાવદર પોલીસે વિસાવદર નજીક હરીપુર (ગીર) ગામે થી મીયાવડલા જતા રસ્તે સુરેશભાઈ ધીરૂભાઈ સાવલીયા,સતીષભાઈ છગનભાઈ વાગડીયાને વિદેશી દારૂ રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમિયમ વ્હીસ્કી “ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી” બનાવટની ૭૫૦ એમ.એલ.” ની આશરે ૬૦૦ એમ.એલ. દારૂ ભરેલ બોટલ-૦૧, કિ.રૂ.૩૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન-૧, કિ.રૂ.૨૫૦૦ તથા સ્પ્લેન્ડર મો.સા. નં.GJ-11-BC-5121, કિ.રૂ.૩૦,૦૦૦ એમ કુલ રૂ.૩૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.