જૂનાગઢમાં યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

એક શખ્સે હવસ સંતોષી લીધા બાદ લગ્ન નહિ કરતા ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને એક શખ્સે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી યૌન શોષણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે હવસ સંતોષી લીધા બાદ લગ્ન નહિ કરતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે આરોપી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એક યુવતીને આરોપી વસીમ ઓસમાણ મેમણ નામના શખ્સે લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર ફરિયાદીની મરજી ન હોવા છતા શરીર સંબધ બાધી બળાત્કાર ગુજારી ફરિયાદી સાથે લગ્ન નહી કરતા અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.