કેશોદના ફાગળી ગામેં જમીનમાં ઝઘડામાં મહિલાને ફડાકાવારી

જૂનાગઢ : કેશોદના ફાગળી ગામેં મહિલાને માર મર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાનુમતીબેન ઉફે ભાનુબેન અરવિદભાઈ પટેલ (ઉ.વ ૫૬ રહે ચંદ્રા હાઊસ ફલેટ નંબર ૫૦૨, ફોર્ટ, મુંબઈ બજાર ગેઈટ, મુંબઈ)એ આરોપીઓ ભીખાભાઇ અમરભાઇ ભોજક, ભુપત ઉર્ફ ભુપેન્દ્રભાઇ ભીખાભાઇ ભોજક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની ખેતીની જમીનમાં જે.સી.બી.ચાલતુ હતુ ત્યારે આરોપીઓ ત્યા જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો કાઢી બે ત્રણ થપ્પડ મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.