રેસિપી સ્પેશ્યલ : અથાણાંની સીઝનમાં કેરીના અથાણાંની સાથે આ રીતે બનાવો લસણનું અથાણું..

હાલ અથાણાંની સીઝન ચાલી રહી છે. બારેમાસ ખવાય તે માટે લોકો કેરીના અથાણાં બનાવી રહ્યા છે. ત્યારે તેની સાથે લસણનું અથાણું બનાવી શકાય છે. લસણનું અથાણું ભાખરી અને ખીચડી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આ અથાણું તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે. આ અથાણાં સાથે તમે શાક ના ખાઓ તો પણ પેટ ભરાઇ જાય છે અને ખાવાની મજા આવે છે. લસણમાં રહેલા અનેક ગુણો બોડીને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો લસણનું અથાણું.

લસણનું અથાણું બનાવવાની સામગ્રી

1. 250 ગ્રામ લસણની કળી
2. લાલ મરચું
3. રાઇ
4. વિનેગર
5. વરિયાળી સરસવનું તેલ
6. સ્વાદાનુંસાર મીઠું
7. હળદર
8. મેથી દાણા
9. શેકેલું જીરું
10. હિંગ


લસણનું અથાણું બનાવવાની રીત

– લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તેલ ગરમ કરી લો.

– હવે લસણની કળીને બરાબર ધોઇ લો અને પછી તડકામાં સુકવી દો.

– ત્યારબાદ એક મોટું વાસણ લો અને એમાં લસણ, હળદર અને મીઠું એડ કરીને કાચની બરણીમાં ભરી લો અને પછી તડકામાં મુકી દો.

– 7 થી 8 દિવસ પછી કાચની બરણીમાં લાલ મરચું, મેથી, વરિયાળી, શેકેલા જીરાંનો પાઉડર, રાઇ, હિંગ અને વિનેગર નાંખીને બરાબર મિક્સ કરી લો.

– હવે એમાં સરસવનું તેલ ઉમેરો.

– હવે ખાસ ધ્યાન એ રાખો કે કાચની બરણીને 18 દિવસ સુધી ઢાંકણ બંધ રાખીને રહેવા દો જેથી કરીને બધો મસાલો પ્રોપર રીતે બેસી જાય.


તો તૈયાર છે લસણનું અથાણું

આ લસણનું અથાણું એક મહિના પછી ફ્રિજમાં મુકી દો જેથી કરીને બારે મહિના એવુંને એવું જ રહેશે. આ લસણનું અથાણું તમે જે વપરાય એમ પણ તાજું બનાવીને ખાઇ શકો છો.