મેંદરડાના ગુંદાળા ગીર ગામેં ઝેરી દવા ગટગટાવી વૃદ્ધની આત્મહત્યા

જૂનાગઢ : મેંદરડાના ગુંદાળા ગીર ગામેં વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિક્રમભાઇ ગોવિંદભાઇ પીઠીયા (ઉ.વ.૬૦ રહે.ગુંદાળા ગીર તા.મેંદરડા) નામના વૃદ્ધે ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.