રીક્ષાના ધંધામાં આર્થિક મુશ્કેલીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

માળીયા હાટીનાના ગડુ ગામે બનેલી ઘટના

જૂનાગઢ : માળીયા હાટીનાના ગડુ ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં રીક્ષાના ધંધામાં આર્થિક મુશ્કેલીથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જમુમીયા જાનીમીયા બુખારી (ઉ.વ.૬૦ રહે.ગડુ ઇન્ડીયાર નગર પાસે તા.માળીયા હાટીના) નામના વૃદ્ધે ગઈકાલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક વૃધ્ધ હોય અને પોતે અશક્ત હોય અને તે રીક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા હોય અને અને ડ્રઇવિંગના ધંધામા આર્થીક રીતે કંટાળી જઇ પોતે પોતાની મેળાએ ગળાફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.