પ્રસંગમાં પહેરવા પત્નીએ સોનાની બુટી માંગતા પતિએ કુહાડી ઝીકી

માંગરોળના દિવાસા ગામે પતિ-પત્નીનો કજીયો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ : માંગરોળના દિવાસા ગામે પતિ-પત્નીનો કજીયો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં પ્રસંગમાં પહેરવા પત્નીએ સોનાની બુટી માંગતા પતિએ કુહાડી ઝીકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પત્નીએ હુમલાખોર પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઉર્મીલાબેન દેવસીભાઇ ચુડાસમાં (ઉ.વ.૩૦ રહે.મુળ ચર ગામ રાતડા સીમ વિસ્તાર તા.માંગરોળ)એ આરોપી પતિ દેવશીભાઇ રામદેભાઇ ચુડાસમા (રહે.દિવાસા તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી બન્ને પતિ પત્નિ થતા હોય અને ફરીયાદીએ આરોપી પતિને કહેલ કે મારી સોનાની બુટી મારે પ્રસાદીમાં પહેરવાની છે તેમ કહી બુટીની માંગ કરતા આરોપીએ કહેલ કે તે મારા પિતાજી પાસે છે જેથી ફરીયાદીએ તે બુટી લઇ આવવાનું કહેતા આરોપીએ ફરીયાદી સાથે ઝગડો કરી ગાળો આપી લાકડી વતી તથા સાઇકલમાં હવા ભરવાના પંપ વતી ફરીયાદીને શરીરે માર મારી તથા કુહાડીથી ડાબા હાથની કોણીમાં એક ઘા મારી લોહી કાઢી શારીરીક માનસીક દુખ ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.