ભેસાણમાં વડીએ કુવામાં પાણી જોતી વખતે પડી જતા ડૂબી જવાથી પ્રૌઢનું મોત

જૂનાગઢ : ભેસાણમાં વડીએ કુવામાં પાણી જોતી વખતે પડી જતા ડૂબી જવાથી પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ બનાવની ભેસાણ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોહનભાઇ દુદાભાઇ પારઘી (ઉ.વ ૫૦ રહે મુળ વળેટ ના સનંતપુરી જી બસવાળા રાજસ્થાન હાલ ગાંડુભાઇ મોહનભાઇ સતાસીયાની વાડીએ ચણાકા ગામે તા ભેસાણ) નામના આધેડ ગઈકાલે વાડીએ કુવામા પાણી જોવા જતા પોતાનુ સમતુલન ગુમાવી દેતા અકસ્માતે કુવામા પડી જતા કુવામા કોઇપણ જ્ગ્યાએ માથુ અથડાવાથી તથા પાણીમા ડુબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.