જુનાગઢના હર્ષદનગરમાં યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : જુનાગઢના હર્ષદનગરમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના હર્ષદનગરમાં રહેતા ફારૂકભાઈ હમીરભાઇ સુમરા (ઉ.વ ૩૫) નામના યુવાને પોતાનાં ધરે પાસે ગત તા ૧૨ના રોજ સાડા પાંચેક વાગ્યે પોતાની જાતે કોઈ અગમ્ય કારોણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પીટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન તેનું તા-૧૪ ના રોજ મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.