જૂનાગઢમા ભેંસને દુધ આપવા માટે ઉતેજીત કરવા ઓકસીટોસીન ઇંજેક્શન આપી ક્રુરતા આચરી

ભેંસને ઇંજેક્શન લગાવનાર પશુપાલકો તેમજ ઇંજેક્શનનો જથ્થો પૂરો પાડનાર દુકાનદાર સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર સહિત અલગ અલગ વિસ્તારોમાં પશુપાલકોએ પોતાની ભેંસને દૂધ આપવા ઉત્તેજિત કરવા માટે જોખમી તેમજ ખતરનાક ઇંજેક્શન આપ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પશુપાલકોએ ભેંસને દુધ આપવા માટે ઉતેજીત કરવા ઓકસીટોસીન ઇંજેક્શન આપી ક્રુરતા આચરી હોવાનું ખુલતા આ અંગેની ફરિયાદ પરથી પોલીસે ભેંસને ઇંજેક્શન લગાવનાર પશુપાલકો તેમજ ઇંજેક્શનનો જથ્થો પૂરો પાડનાર દુકાનદાર સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અક્ષિતા કુલભુષણ કુકરેજા (ઉ.વ.૨૮ રહે.ફ્લેટ નં ૦૨,પ્રગતી એપાર્ટ્મેંટ,પિતમપુરા,વેસ્ટ એન્કલ્વ,સરસ્વતી વિહાર,નોર્થ વેસ્ટ, નવી દિલ્હી)એ આરોપી પાંચાભાઇ જેઠાભાઇ ગઢવી (રહે.કાલસારી તા.વીસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૧ના રોજ વીસાવદરના કાલસારી ગામે આરોપીએ ફરીયાદીના માનવા મુજબ શંકાસ્પદ ઓક્સીટોસીન નામની દવા ઇન્જેક્શન મારફતે પ્રાણીઓને આપવાથી પ્રાણીઓના આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે તેવુ જાણવા છતા આરોપીઓએ તેઓની ભેંસો ઉપર ક્રુરતા પુર્વક ઇન્જેક્શનો આપી તથા દોરડા વડે પગો બાંધી પશુ સાથે ક્રુરતા આચરી હતી.

બીજા બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિપીકાબેન ગોવર્ધન ગોપાલભાઇ કીની (ઉ.વ.૩૩ રહે ૧૫૧૦ ૮મો રોડ બીજો બ્લોક રાજાજીનગર બેર્ગ્લોર-રાજ્ય કર્ણાટક)એ આરોપીઓ દિપકભાઇ તબેલા વાળા, હિતેશભાઇ દાસારામ દુકાન તથા અજાણ્યો માણસ (રહે બધા પાદરીયા ગામ તા.જી. જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ના રોજ જૂનાગઢના પાદરીયા ગામેં આરોપી દિપકભાઇએ પોતાના તબેલામા રાખેલ ભેસોને શંકાસ્પદ ઓકસીટોસીન ઇંજેક્શનમા ભરી ખુબજ ક્રુરતાથી આપી દુધ આપવા માટે ઉતેજીત કરેલ બીજા આરોપીએ આ ગેરકાયદેશર ઓકસીટોશીનનો જથ્થો પુરો પાડ્યો હતો.