સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

વીસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવમાં એક સામે દુષ્કર્મ અને અન્ય બે સામે મદદગારીનો ગુન્હો દાખલ

જૂનાગઢ : વીસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં એક શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં સગીરાએ એક શખ્સ સામે દુષ્કર્મ અને અન્ય બે શખ્સો સામે મદદગારીની ફરિયાદી નોંધાવતા પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાએ કીશન ઉર્ફે ભોલો રાજુભાઇ મકવાણા, અતુલ દીનેશભાઇ ખાંટ, પંકજ સામે ફરિયાદી નોંધાવી હતી કે, ફરીયાદી ભોગબનનાર તેના માવતરના કાયદેસર વાલીપણામાની સગીર વયની હોવાની હકીકત જાણવા છતા તેને એક આરોપી કીશન ઉર્ફે ભોલો રાજુભાઇ મકવાણાએ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અન્ય બે આરોપીની મદદગારીથી અપહરણ કરી આરોપી કિશને સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.