સુરતમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જૂનાગઢ મેયર ઇલેવન વિજેતા

T20 ટુર્નામેન્ટમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ 147 રન કરી ઇતિહાસ સર્જ્યો

જૂનાગઢ : નાનપણથી જ બેટ હાથમાં લઈને ક્રિકેટની દુનિયામાં મોટું નામ કરનાર ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી એ ફરી એકવાર સુરતમાં જઈને જૂનાગઢનું નામ રોશન કર્યું છે.

સુરત ખાતે હાલ ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે અમદાવાદ મેયર અને જૂનાગઢ મેયર વચ્ચે યોજાયેલી ઇન્ટર કોર્પોરેશન T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ મેયર ઇલેવનએ 188 રન કરીને ફરી ઇતિહાસ સર્જ્યો છે. જેમાં જૂનાગઢ તરફથી ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશીએ 147 રનની ધુરંધર બેટિંગ અને જબરદસ્ત બોલિંગ કરી 3 વિકેટ પણ લીધી હતી. સાથે પુનિતભાઈ શર્માની કેપ્ટનશીપ હેઠળ ટેકારૂપ બેટિંગથી જૂનાગઢ મેયર ઇલેવન સુરતના આંગણે વિજયી બની છે. જેનો જૂનાગઢવાસીઓ ગૌરવ લઇ રહ્યા છે.