જૂનાગઢમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં પોલીસના હાથે વિદેશી દારૂની 23 બોટલોની હેરાફેરી કરતા બે યુવકો પકડાયા છે.

જૂનાગઢમાં ગીરનાર દરવાજા રોડ પર ફાયર સ્ટેશન પાસે ગઈકાલે એ ડિવિઝન પોલીસે વાહીદ રજાકભાઇ કુરેશી (ઉ.વ. 29) અને આમીર કારાભાઇ સાંધ (ઉ.વ. 21)ને મોપેડ મો.સા.માં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 23 બોટલો (કિ.રૂ. 9200) સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. 45,200નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આ દારૂ શાહનવાજ ફકીર એ પુરો પાડ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.