બે બાઈક વચ્ચેના અકસ્માતમાં દંપતી ખંડિત, પતિની નજર સામે પત્નીનું મોત

કેશોદ નજીક અકસ્માતમાં પત્નીના મોત બાદ પતિએ બાઈક ચાલક સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : કેશોદના કરેણી ગામે અજાબ રોડ ઉપર બે બાઈક વચ્ચેના અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતું અને આ અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. અકસ્માતમાં પત્નીના મોત બાદ પતિએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નાથાભાઇ ખાખાભાઇ મકવાણા (ઉ.વ ૬૦ રહે.શેરગઢ તા.કેશોદ)એ આરોપી GJ 11 0118 નંબરના બાઈકનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે,
કેશોદના કરેણી ગામે અજાબ રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાની મોટર સાઇકલને પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી ફરીયાદીની મોટર સાઇકલને પાછળથી ભટકાળી ફરીયાદીની પત્ની જયાબેન નાથાભાઇ મકવાણાનાઓ પાછળ બેઠેલ હોઇ જેને પછાડી દઇ ગંભીર ઇજાઓ કરી મૃત્યુ નિપજાવી નાશી છૂટ્યો હતો.