પરિણીતા પાસે બીભત્સ માંગણી કરી તાબે ન થાય તો ફોટા વાયરલ કરવાની ધમકી

જૂનાગઢના મોતીબાગ પાસે બનેલા બનાવમાં આવરા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના મોતીબાગ પાસે આવરા શખ્સે પરિણીતાને ફોન કરી બીભત્સ માંગણી કરી તાબે ન થાય તો તેના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરની પરિણીતાએ આરોપી નિલેશ વાલજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦/૦૩/૨૨ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામા મોતીબાગ પાસે આવેલ ગીરનાર પબ્લીક સ્કુલ પાસે જુનાગઢ આરોપીએ પોતાના મોબાઇલ નંબર ઉપરથી ફરીયાદીને ભુંડી ગાળો આપી તેમજ બીભત્સ માંગણી કરી તાબે ન થાય તો તેના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.