જૂનાગઢના જોષીપરામાં લૂંટ કરનાર બેલડીને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ

ઘરે એકલા રહેલા મહિલાને માર મારી લૂંટ ચલાવ્યાના બનાવનો ભેદ ઉકેલાયો, અન્ય પાંચેક લૂંટના બનાવનો પણ ભેદ ખુલ્યા

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા સાંજના સમયે રહેણાંક મકાનમાં ઘુસી જઇ મકાનમાં એકલા રહેલ મહિલાને છરી તથા ખોટી બંદુક બતાવી રોકડા રૂ.૨,૦૦,૦૦૦ તથા સોનાના દાગીના મળી કુલ કિ.રુ.૫,૨૬,૦૦૦ની લુંટ ચલાવ્યાના બનાવનો ભેદ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે અને લૂંટ કરનાર બે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી લુંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી તથા લુંટ કરવા ઉપયોગ કરેલ ચોરાઉ બાઈક, ચોરી તથા લુંટના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કર્યા છે.

જૂનાગઢ જોષીપરા વિસ્તારમાં રહેતા મહિલા થોડા દિવસો પહેલા પોતાના રહેણાંક મકાનમાં સાંજના સમયે એકલા હતા. ત્યારે બે અજાણ્યા આરોપીઓએ તેમના ઘરમાં પ્રવેશ કરી મકાનમાં એકલા રહેલ મહિલાનું મોઢું દબાવી છરી તથા બંધુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે જાપટ તથા ઢીકાથી માર-મારી મહિલાએ કાનમાં પહેરેલ સોનાની બંટી તથા કબાટમાંથી રોકડા રૂા.૨,૦૦,૦૦૦ તથા સોનાના બે ચેઈન તથા સોનાના બે હાર તથા સોનાની વીંટી મળી કુલ રૂા.૫,૨૬,૦૦૦ ના મત્તાની લુંટ ચલાવી નાશી ગયા હતા. આ બનાવ અતિ ચર્ચાસ્પદ હોય અને શહેરના મધ્યભાગમાં આવેલ જોષીપરા વિસ્તારમાં સાંજના સમયે બનેલ હોય, જે બનાવ બાબતે જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ દ્વરા સુચના અને માર્ગદર્શન હેઠળ લૂંટના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વા.પો.સ.ઇ. ડી.એમ.જલુ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા અને લુટમાં ગયેલ મુદામાલ રીકવર કરવા માટે ખાનગી બાતમીદારો તથા આજુ-બાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમ્યાન ખાનગી બાતમીદારો અને સીસીટીવી ફુટેઝની મદદથી પો.ઇન્સ એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.કે.ચાવડા તથા પો.હે.કો. જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહીલ સમા,દિવ્યેશ ડાભીને સંયુક્તમાં ચોક્ક્સ ખાનગી બાતમી હકિકત મળેલ કે, આ બનાવમાં મુળ અમરાપર તા. માળીયા હાટીના અને હાલ સુરત રહેતો ડેવીડ સગર અને ફાગળી તા.કેશોદનો અનીલ સગર નામના ઇસમો સંડોવાયેલ છે તેવી ચોક્ક્સ હકિકત મળેલ હોય અને આ બંને ઇસમોના નામ સરનામા અધૂરા હોય. જેથી બંને ઇસમોના પુરા નામ સરનામા મેળવવા માટે ખાનગીરાહે તપાસ કરતા જેમાં ડેવીડનું પુરૂનામ ડેવીડ જેન્તીભાઇ સોલંકી અને અનિલનુપુરૂ નામ અનિલ વજુભાઇ મારૂ હોવાનુ જાણવા મળેલ હતું.

લૂંટના બનાવમાં બંને ઇસમો અંગે પોકેટકોપ એપ્લીકેશનની મદદ લેતા ઇસમ ડેવીડ વિરૂધ્ધમાં અગાઉ સુરતના કાપોદ્રા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોય અને પાસા પણ થયેલ હોય. જેથી મજકૂર બંને ઇસમો વિરૂધ્ધ આ ગુન્હો કરેલાની શંકા દ્રઢ થતા આ કામે ખાનગી બાતમીદારો મારફતે બંને ઇસમોને શોધી કાઢવા માટે વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન ખાનગીરાહે જાણવા મળેલ કે, આ બંને ઇસમો હાલ જૂનાગઢ ઝાંઝરડા રોડ ગરનાળાથી ચોબારી તરફ જતા રસ્તે કબ્રસ્તાન નજીક રેલ્વેના પાટા નજીક ઉભા હોવાની હકિકત આધારે તપાસ કરતા બંને ઇસમો મળી આવતા બંને ઇસમોને રાઉન્ડઅપ કરી વધુ પુછપરછ માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, ખાતે લાવી બંને ઇસમોની પ્રાથમીક પુછપરછ કરતા ગોળ ગોળ જવાબો આપતા હોય. જેથી બંને ઇસમોની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા લૂંટનો ગુન્હો કરેલાની હકિકત જણાવતા બંને ઇસમોને ગુન્હા બાબતે પુછતા જણાવે છે કે, ગઇ તા.૯ના રોજ બંને ઇસમો જુનાગઢ આવેલ હતા અને જૂનાગઢ તળાવ દરવાજા નજીક એક સોસાયટીમાંથી મોટર સાયકલની ચોરી કરેલ અને ત્યાથી બાયપાસ રોડ ઉપર ગયેલ અને ત્યા એક જગ્યાએ નંબર પ્લેટ કાઢીને નાખી દિધેલ અને ત્યાથી જોષીપરા વિસ્તારમાં ગયેલ હતા અને જોષીપરા વિસ્તારમાં એક મકાન કે જે બાલસભાઇનુ હતુ. તે મકાને એક બહેન એકલા હોય ત્યારે બંને જણા આ મકાનમાં ઘુસી જઇ આ બહેનને ખોટી બંધૂક અને છરી બતાવી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ઘરના કબાટમાં રાખેલ હોય. તેમાંથી લઇ લીધેલ હોવાની કબૂલાત આપી હતી.

બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઘેલામાંથી તથા અંગજડતીમાંથી લુંટમાં ગયેલ મુદામાલ મળી આવતા કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીજન પો.સ્ટે. ને સોંપી આપવામાં આવેલ છે. પોલીસની તપાસમાં આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. જેમાં જૂનાગઢમાં ગત તા.૧૩/૦૪/૧૯ ફરિયાદીના બેડરૂમમાં કોઇ અજાણ્યા ઇસમો પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોના તથા ચાંદીના દાગીના લોકરમાં રાખેલ હોય જે તિજોરીને કોઇ સાધન વડે તોડી સોના ચાંદીના દાગીના કુલ્લે રૂપીયા ૪,૬૩,૦૪૪ તથા રોકડા રૂપીયા ૯૮,૦૦૦ મળી કુલ રૂપીયાના મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

સુરત શહેર કાપોદ્રામાં ગત તા.૦૩/૦૬/૨૦ના બનાવને લઈને પાસા ધારા તળે અટકાયત કરવામાં આવેલ હતી અને કેશોદ તેમજ માળીયા સહિતના વિસ્તારોમાં પાંચ જેવા ગુન્હા કર્યાની કબૂલાત આપી હતી.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.વા.સ.ઇ. ડી.એમ.જલુ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ (નેત્રમ શાખા)ના પો.વા.સ.ઇ. પી.એચ.મશરૂ તથા ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિ.એન.બડવા, વિ.એન.ચાવડા તથા પો.હેડ કોન્સ. જયદિપભાઇ કનેરીયા, પ્રકાશભાઇ ડાભી, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, દિવ્યેશકુમાર ડાભી, દિપકભાઇ બડવા, ભરતભાઇ સોલંકી, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્સ. જગદીશભાઇ ભાટ્, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીયા વિગેરે પોલીસ સ્ટાફ જોડાયા હતા.