જૂનાગઢ જિલ્લાનું ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું ૮૦.૨૬% પરિણામ

૨૦૫૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, ૫૧૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા

જૂનાગઢ : ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨ માર્ચ માસમાં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૨ સાયન્સ પ્રવાહનું રાજ્યનું પરિણામ ૭૨.૦૨% આવ્યું છે. એમાં જૂનાગઢ જિલ્લાએ મેદાન મારતા જૂનાગઢનું પરિણામ ૮૦.૨૬ % આવ્યું છે.કુલ ૨૫૬૩ વિદ્યાર્થીઓમાંથી ૨૦૫૭ વિધાર્થીઓ ઉત્તીર્ણ અને ૫૧૧ વિધાર્થીઓ નાપાસ થયા છે.

જૂનાગઢ જિલ્લાનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૦.૨૬ % જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. ગત માર્ચ માસમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ ૨૫૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આથી આજે જાહેર થયેલા પરિણામમાં ૨૦૫૭ વિધાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૫૧૧ વિધાર્થીઓ નાપાસ થયા છે. આ અંગે જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, રાજ્યની સરખામણીએ જૂનાગઢ જિલ્લાનું સાયન્સ પ્રવાહનું ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું છે. છેલ્લા ચાર વર્ષના પરિણામ જોઈએ તો જૂનાગઢ જિલ્લાનું ૨૦૧૯માં ૭૪.૫૦%, ૨૦૨૦માં ૭૨.૧૯ %, ૨૦૨૧માં માસ પ્રમોશન અને હવે ૨૦૨૨માં સોથજ ઊંચું ૮૦.૨૬ % જેવું પરિણામ આવ્યું છે. એ બદલ તેઓએ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક અને શાળા સંચાલક સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા.