દુકાનમાં ઘુસી વેપારી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ

જૂનાગઢના બગડુ ગામે મારામારીના બનાવમાં પાંચ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના બગડુ ગામે કોઈ બાબતનો ખાર રાખી પાંચ શખ્સોએ દુકાનમાં ઘુસી વેપારીને માર મારી તેમની કારમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વેપારીએ પાંચ શખ્સો સામે હુમલો અને તોડફોડની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અજયભાઇ હરસુખભાઇ કાકડીયા (ઉ.વ-૨૬ રહે.બગડુ ગામ આંબાવાડી પ્લોટ તા.જી.જુનાગઢ)એ આરોપોઓ દિનેશભાઇ મૈતર (રહે.આણંદપુર), અશોક ગરેણીયા (રહે.ખડીયા) તથા ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાની ભગવતી એન્ટરપ્રાઇઝ નામની દુકાને બેઠા હતા. તેવામા ગઇ તા.૧૦ના રોજ આરોપીઓ ફોર વ્હીલ ગાડીમા આવી લાકડી તથા પાવડાના હાથા જેવા હથીયાર ધારણ કરી પોતાની પાસેના હથીયારો વડે આરોપીઓએ ફરીયાદીની ઓફીસમા ગુનાહીત અપપ્રવેશ કરી ફરીયાદીને શરીરે લાકડી તેમજ પાવડાના હાથા વડે માર મારી હાથમા ફેકચર કરી તેમજ શરીરે ઇજાઓ કરી ગાળો બોલી તેમજ બહાર રહેલ અજાણ્યા બે આરોપીઓએ ફરીયાદીની હ્યુન્ડાઇ કંપનીની ઔરા ગાડી નં.GJ-11-CD-8261 વાળીમા નુકશાન કરીને ફરાર થઈ ગયા હતા.