જૂનાગઢ જિલ્લામાં ૭ તાલુકાના ૬૬ ગામને આવરી લઇ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

તા.૧૪ મે ના પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ જિલ્લાના ૭ તાલુકામાં તા.૧૪/૫/૨૦૨૨ના સવારે ૯ કલાકે પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

મેંદરડા પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં મેંદરડા તાલુકાની નાગલપુર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જેમાં આલીધ્રા, દાત્રાણા, નાગલપુર, ખીમપાદર, ખડપીપળી અને મીઠાપુર ગામનો સમાવેશ થાય છે તથા માળિયાહાટીના તાલુકાની જુથળ પ્રાથમિક શાળા ખાતે જુથળ, ગળોદર, પીખોર, ગાંગેચા, ભંડુરી, અવાણિયા, પાણીધ્રા, વડાળા, લાઠોદ્વા, આંબેચા, વડીયા અને વિસણવેલ ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
વિસાવદર પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં વિસાવદર તાલુકાના કાંકચીયાળા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ભલગામ, જાંબુડા, ઝાંઝેસર, ભટ્ટવાવડી, મહુડા, મહુડી, કાંકચીયાળા, ધોડાસણ, ઢેબર, રબારીકા, વડાળા દેસાઇ અને છેલણકા ગામનો સમાવેશ થાય છે તથા ભેંસાણ તાલુકાન વાંદરવડ પ્રાથમિક શાળા ખાતે ચણાકા, વાંદરવડ, ગોરખપુર, નાના ગુજરીયા, મોટા ગુજરીયા અને ઉમરાળી ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

વંથલી પ્રાત અધિકારીની અધ્યક્ષત્તામાં માણાવદર તાલુકાના સારંગપીપળી પ્રાથમિક શાળા ખાતે સણોસરા, સારંગપીપળી, કતકપરા, પીપલાણા, બોડકા, જાંબુડા, રોણકી, ગળવાવ અને દગડ ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.તથા વંથલી તાલુકાના બંટીયા પ્રાથમિક શાળા ખાતે નરેડી, નાવડા, મેઘપુર, ડુંગરી, ઝાંપોદડ, સાંતલપુર, ઘંટીયા અને બંટીયાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં વધાવી ખાતે મજેવડી, વાડાસીમડી, વાણંદીયા, રૂપાવટી, વધાવી, તલીયાધર અને આંબલીયા ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.