વીસાવદરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢ : વીસાવદર પોલીસે ગઈકાલે બતનીના આધારે વીસાવદરના મોણપરી ગામ ચાપરડા રોડ ઉપરના વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખી આંકફેરનો જુગાર રમી રમાડી વરલી મટકાનાં સાહિત્ય સાથે મળી રોકડ રૂ.૨,૨૫૦ નાં મુદામાલ સાથે આરોપી કાનજીભાઇ કરશનભાઇ ભાસા (ઉ.વ.૪૦ રહે.મોટી મોણપરી ગામ ચાપરડા રોડ તા.વિસાવદર)ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.