જૂનાગઢ જિલ્લામાં ત્રણ વિદેશી દારૂના દરોડામાં બે પકડાયા

પોલીસના દરોડા દરમિયાન અન્ય બે આરોપોઓ ફરાર થઈ ગયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પોલીસે ત્રણ સ્થળે વિદેશી દારૂના દરોડા પાડ્યા હતા અને પોલીસના આ દરોડામાં બે આરોપીઓ વિદેશી દારૂ સાથે પકડાઈ ગયા હતા જ્યારે પોલીસના દરોડા દરમિયાન અન્ય બે આરોપોઓ ફરાર થઈ ગયા હતા.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે જૂનાગઢના પ્રફુલ ચોક પાસે આરોપી મીત કીરિટભાઇ વાગડીયા (ઉ.વ.૧૯ રહે.પ્રફુલ ચોક સૂર્ય મંદિર, શેરી નં ૦૬ જુનાગઢ)ને ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની પરપ્રાતીંય ઇંગ્લીશ દારૂની બોટલો જેમાં ફોર સેલ ઇન દિલ્હી લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની શીલપેક કુલ બોટલ નંગ-૦૩ હોય તથા મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા” લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૭ હોય જે એક બોટલની કી.રૂ.૪૦૦/-ગણી કુલ બોટલ નંગ-૧૦ કુલ કિંમત રૂ.૪૦૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે કેશોદની ગાંધીનગર સોસાયટી ચુનાભઠ્ઠી રોડ પર આવેલ રહેણાંક મકાનેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનીની બોટલ નંગ ૧૪ જેની કી.રૂ ૬૩૦૦ તથા મોબાઇલ ફોન ૧ કી.રૂ ૨૦૦૦ મળી કુલ કી.રૂ ૮૩૦૦ નો પ્રોહી મુદામાલ ઝડપી લીધો હતો. જ્યારે હાજર મળી આવનાર તુષાર ઉર્ફે ભીખો ડાયાભાઇ ડાભી (ઉ.વ ૩૧ રહે.કેશોદ ગાંધીનગર સોસાયટી ચુનાભઠ્ઠી રોડ), એક ઇકો ગાડીમાં આ ઇંગ્લીસ દારૂ મોકલનાર અજયભાઇ વાઢીયા (રહે.કેશોદ ગંગનાથપરા)ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ સ્ટાફે ગડૂ ચોકડીએ આરોપી અશ્વીન પરબતભાઇ ગોહેલ (ઉ.વ. ૨૧ રહે.આમબલીયાળા તા.વેરાવળ જી.ગીર સોમનાથ)ને ભારતીય બનાવટની ઇગ્લીશ પિવાના દારૂની ઓલ સેસન ગોલ્ડન કલેક્સન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૨ જેની કી રૂ.૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.