કેશોદના બાલાગામેં ખેતરની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચની ધરપકડ

જૂનાગઢ : કેશોદના બાલાગામેં ખેતરની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ ક્રાઇમ બ્રાન્ચે પાંચની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના બાલાગામેં વિક્રમ સામત સુત્રેજા પોતાના કબ્જા ભોગવટાના ખેતરે આવેલ રહેણાંક મકાનમા જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી.પોલીસે આ સ્થળે જુગાર રમતા આરોપોઓ વિક્રમભાઇ સામતભાઇ સુત્રેજા, ભોજાભાઇ માલદેભાઇ વાઢીયા, ચીમન અરજણભાઇ ડઢાણીયા, રજનિકાંત જેઠાલાલ તન્ના, યોગેશપરી મનસુખપરી ગૌસ્વામીને રોકડા રૂ.૭૨,૩૨૦ તથા નાલના રૂ.૧૫૦૦ તેમજ મોબાઇલ ફોન– ૫ કિ.રૂ.૪૫,૦૦૦ ફોર વ્હીલ – ૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬,૧૮,૮૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.