તુ ગામડાની છો કરીયાવર કંઇ લાવી નથી તેમ કહી પરિણીતાને કાઢી મૂકી

જૂનાગઢમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. તુ ગામડાની છો કરીયાવર કંઇ લાવી નથી તેમ કહી પરિણીતાને કાઢી મૂકીને પતિ અને સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશ્વેતાબેન મિલનભાઇ જમનભાઇ મારકણા (ઉ.વ.૨૭ રહે હરિક્રુષ્ણકુંજ બ્લોક નં -૧ સરદાર પટેલ સો.સા જોષીપરા જુનાગઢ)એ આરોપીઓ મિલનભાઇ જમનભાઇ મારકણા (પતિ), વિલાશબેન જમનભાઇ મારકણા (સાસુ), અનિલભાઇ જમનભાઇ મારકણા (જેઠ-રહે.પ્લોટ નં ૧૭૬ સેકટર ૨૩ ઉલવા જયશ્રી એપાર્મેંટ સેકંડ ફ્લોર બ્લોક નં ૨૦૨ નવી મુંબઇ), રાજુભાઇ નાગજીભાઇ દુધાત્રા (રહે.બોરીયા તા જામકંડોળા-નણંદોયા), ચંદ્રાકાંતભાઇ ભીખાભાઇ સાવલીયા (મામાજી-રહે.જોષીપરા આદિત્યનગર -૨ જુનાગઢ), શ્વેતા બેન રાજુભાઇ દુધાત્રા (રહે.બોરીયા તા જામકંડોળા)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીબેનને લગ્નના શરુઆતથી જ તુ ગામડાની છો કરીયાવર કંઇ લાવી નથી તને જોઇતી નથી તેવા મેણાટોણા બોલી ગાળો કાઢી મારકુટ કરી શારીરીક માનસીક દુખત્રાસ આપી તેમજ ફરીયાદીનો કરીયાવરનો સરસામાન આરોપીના ઘરે રાખી મુકેલ હોય તેમજ ફરીયાદી બેન આરોપી પતિ બન્ને ગામડે લગ્ન કરવા સાથે આવ્યા ત્યારે લગ્ન પુરા કરી આરોપી પતિ મુકીને જતા રહ્યા હોવાની ફરિયાદમાં જણાવ્યું હતું.