જમીન પોતાના નામે કરી આપવાનું કહી ચાર શખ્સોએ વૃદ્ધને માર માર્યો

મેંદરડાના નાજાપુરમાં બનેલા બનાવમાં ચાર શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : મેંદરડાના નાજાપુરમાં જમીન પોતાના નામે કરી આપવાનું કહી ચાર શખ્સોએ વૃદ્ધને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ચાર શખ્સોએ વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મેણંદભાઇ પુંજાભાઇ ચાવડા (ઉ.વ.૭૦ રહે. નાજાપુર વણકર વાસ તા,મેંદરડા)એ આરોપોઓ આશીષ ખાણીયા (રહે.નાની ખોડીયાર), અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી આશીષ ખાણીયા તથા તેના માણસોએ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની જમીન આરોપીના નામે કરી આપવાનુ કહી જે બાબતે ફરીયાદીના પાડતા આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢમાર મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.