માણાવદરના જાંબુડા ગામેં વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

જૂનાગઢ : માણાવદરના જાંબુડા ગામેં વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રૂખડભાઇ માંડણભાઇ ડાંગર (ઉ.વ. ૭૦ રહે. ગાયત્રી મંદિર પાસે માણાવદર) નામના વૃદ્ધે જાંબુડા ગામની સીમમા કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.