કેશોદમાં જાહેરમાં આઇપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા બે પકડાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના રણછોડરાયજી ભગવાનના મંદીરની બાજુમા જાહેરમા રસ્તાના કાઠે ઉભા રહી રોયલ ચેલેન્જર બેંગલોર–સન રાઇઝર હૈદરાબાદ આઇ.પી.એલ ૨૦-૨૦ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રમાડી મોબાઇલ ફોન નંગ ૨ જેની કિ.રૂ.૧૦,૦૦૦ તથા રોકડા રૂ.૧૨,૨૩૦ મળી મળી કુલ કિ.રૂ.૨૨,૨૩૦ ના મુદામાલ સાથે બે આરોપીઓ નીકુંજભાઇ નરેન્દ્રભાઇ વધાસીયા (ઉ.વ.૩૩ રહે.જવાહરચોક રબારી વાળા પાસે કેશોદ) અને મહેન્દ્રભાઇ ઉર્ફે મુન્નો મોહનભાઇ ઠુંબર (ઉ.વ.૪૫ રહે.રણછોડરાયજી ભગવાનના મંદીર પાસે અકોટા દરબારનો ડેલો કેશોદ)ને ઝડપી લીધા હતા.