પારિવારિક ઝઘડામાં દીકરા અને વહુને માર માર્યો

જૂનાગઢની આલ્ફા સ્કુલની બાજુના વિસ્તારમાં બનેલા બનાવમાં એક મહિલા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢની આલ્ફા સ્કુલની બાજુના વિસ્તારમાં પારિવારિક ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં એક મહિલાએ દીકરા તથા વહુ સહિત ત્રણ વ્યક્તિને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં મહિલા સામે માર માર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાંતાબેન મનસુખભાઈ પાલા (ઉ.વ. ૬૫ રહે. રામ લખન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૧ આલ્ફા સ્કુલની બાજુમા જુનાગઢ)એ આરોપી ગીતાબેન સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી જમવાના ટીફીન બનાવતા હોય તે બાબતે ફરીયાદીએ તેઓને ઠપકો આપતા આરોપીને લાગી આવતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માથામા લાકડી મારી મારે તને મારી નાખવી છે તેવુ કહી ફરિયાદીના દિકરા તથા વહુને ઢીકા પાટુનો માર મારી ઈજા કરી હતી.