વંથલીમાં મામાના ઘરે આવેલી ધોરાજીની યુવતીએ વખ ઘોળ્યું

જૂનાગઢ : વંથલીમાં મામાના ઘરે આવેલી ધોરાજીની યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની વથલી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રીટાબેન ચીમનભાઇ કલોતરા (ઉ.વ.૨૭ રહે. મોટી મારડ તા.ધોરાજી જી.રાજકોટ) નામની યુવતી તેના વંથલીના નાવડા ગામેં રહેતા મામના ઘરે આવ્યા બાદ તેણીએ પોતાના મામાના ધરે જ કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.