જૂનાગઢ અને ચોરવાડમાં વરલી મટકા તેમજ તીનપત્તિનો જુગાર રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢની ગોધાવાની મદીના મસ્જીદ પાસે જાહેરમા વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી પૈસાની હારજીત કરી વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ! ૧૨૩૦ના મુદ્દામાલ સાથે આરોપી ફીરોઝ અઝીજભાઇ ડામરને ઝડપી લીધો હતો. જ્યારે ચોરવાડ પોલીસે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડ નજીક અંબા માતાજીના મંદિરની પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ લક્ષ્મણભાઇ ઉર્ફે બાબલો અરવિંદભાઇ ચુડાસમા, પ્રફુલભાઇ દાનાભાઇ રાઠોડ, મુકેશભાઇ રૂડાભાઇ પરમારને રોકડા રૂ.૧૬૭૩૦ સાથે ઝડપી લીધા હતા.