મસાલાની રેકડીના ધારકને પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ માર માર્યો

જૂનાગઢના ઢાલ રોડ ઉપર મચ્છી માર્કેટની પાસે મારામારીના બનાવમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ઢાલ રોડ ઉપર મચ્છી માર્કેટની પાસે ઉભેલા મસાલાની રેકડીના ધારકને પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોઈ બાબતનું મનદુઃખનો ખાર રાખી આ બન્ને આરોપીઓએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઈરફાનભાઈ રહીમભાઈ જેઠવા (ઉ.વ. ૪૫ રહે. માત્રી રોડ કુંભારવાળા જુનાગઢ)એ આરોપીઓ અજલ સલીમભાઈ બીલખીયા, હુસેન મુસાભાઈ બીલખીયા (રહે. બંન્ને માત્રી રોડ કુંભારવાળા વડલા પાસે જુનાગઢ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી જૂનાગઢના ઢાલરોડ ઉપર મચ્છી માર્કેટની પાસે મસાલાની રેકડી રાખી ઉભા હતા. તે દરમ્યાન આરોપીઓએ ત્યાં આવી પ્લાસ્ટીકના પાઈપ વડે જેમ ફાવે તેમ આડેધડ માર મારી ઈજાઓ પોહચાડી અને ફરીયાદીના ભાઈ જાવેદને મારવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.