જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે અજાણ્યા વાહન હડફેટે વૃદ્ધનું મોત

બેફામ ગતિએ દોડતા વાહને વૃદ્ધનો ભોગ લીધો

જૂનાગઢ : જૂનાગઢની ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક તરફ જતા રોડ ઉપર બેફામ ગતિએ દોડતા વાહને વૃદ્ધનો ભોગ લીધો હતો અને અજાણ્યા વાહન હડફેટે વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ રોડ ઉપર માતેલાની સાંઢની માફક દોડતા વાહનોથી વારંવાર અકસ્માત સર્જાતાં હોવાથી રાહદારીઓ ઉપર ભારે જોખમ ઉભું થયું છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૬ના રોજ જૂનાગઢની ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક તરફ જતા રોડ ઉપર ગોલ્ડન ટેડ સેન્ટરની સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આવી એક અજાણ્યા પુરુષ ઇસમ આશરે ૬૦ થી ૬૫ વર્ષની ઉમરનાને હડફેટે લઇ અકસ્માત કરી આ અજાણ્યા પુરુષ ઇસમ આશરે ૬૦ થી ૬૫ વર્ષને માથાના ભાગે તથા શરીરે તથા પગના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે જુનાગઢ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ નરેન્દ્રભાઇ સુદાભાઇએ અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.