માળિયાહાટીના વિસણવેલ પ્રાથામિક શાળાના બાળકો જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં અનેરી સિદ્વિ મેળવી

જૂડોમાં વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ જૂડો સ્પર્ધામાં વિસણવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ મેળવી છે.

ભેંસાણ મુકામે તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની જૂડો સ્પર્ધામાં ૩૦ થી ૩૫ કે.જી. ઇવેન્ટમાં શાળાના વિદ્યાર્થી પરમાર રાજુ પ્રથમ સ્થાન અને ૪૦ થી ૪૫ કે.જી. ઇવેન્ટમાં વાજા ભાવસિંહ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત ૩૫ થી ૪૦ કે.જી. ઇવેન્ટમાં રાઠોડ ઋત્વિક અને ૨૫ થી ૩૦ કે.જી. ઇવેન્ટમાં શાળાના વિદ્યાર્થી પરમાર હિતેશ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ બદલ તેમના કોચ બારડ જાગૃતિબેન અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય પ્રતાપસિંહ તેમજ શાળા પરિવાર, ગામના સરપંચ અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા અને ઝોન કક્ષામાં પણ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.