પેટ્રોલ પંપમા પેટ્રોલ ભરાવી ઘરે જતા યુવાનને આંતરી લમધાર્યો

જૂનાગઢના દીપક પેટ્રોલ પંપ પાસે મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના દીપક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવી ઘરે જતા યુવાનને આંતરી લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિરેન જયસુખભાઇ સીરોયા (ઉ.વ ૩૨ રહે જોષીપરા આંબાવાડી રાધે એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૪ જુનાગઢ)એ આરોપીઓ જયેન્દ્રસિંહ મંગળુભા જાડેજા તથા ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી દિપક પેટ્રોલ પંપમા પેટ્રોલ ભરાવી ઘરે જતા હતા અને ઇગલ ગણપતી મંદીર પાસે પહોચેલ ત્યારે ફરીયાદીને પેટ્રોલ પંપ પાસે આરોપી ઝડપથી પાછળ આવેલ અને ફરીયાદીની મોટર સાયકલ રોકાવી બે ત્રણ થપ્પડો મારી અને આરોપીએ ફોન કરીને બીજા ત્રણ જણાને બોલાવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારતા ફરીયાદી ત્યાથી ભાગતા દોલતપરા શુક્રવારી બજાર ભરાય છે ત્યા ફરીયાદીને રોકી ઢીકાપાટુનો મુઢ માર મારી ત્યાથી દિપક પેટ્રોલ પંપ સામે મંદીર પાસે ઢીકા પાટુનો મુઢ માર મારી અને કપાળમા તથા જમણા હાથની આંગળીમા નખ વગાડી અને ઉઝરડો ઇજા કરી તથા અને વાસામા તથા છાતીમા મુઢ મારી આંખ ઉપર જાપટ મારી હતી.