માણાવદરમાં યુવાને ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો

જૂનાગઢ : માણાવદરમાં યુવાને ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિશાલભાઇ જીગ્નેશભાઇ રૂપાલીયા (ઉ.વ.૩૩ રહે. માવજી જીણા સોસાયટી, સબ સ્ટેશન પાછળ, માણાવદર) નામના યુવાને કોઇપણ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા તેને હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.