માંગરોળમાં ટ્રકની હડફેટે પિતા-પુત્ર ઘાયલ

જૂનાગઢ : માંગરોળના હુસેનાબાદ નોળીનદી પાસે ગઈકાલે ટ્રેકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યૂનૂસભાઇ યુસુફભાઇ કાલવાત (ઉ.વ.૩૫ રહે.શેપાગામ તા.માંગરોળ)એ આરોપી ટ્રક નં.GJ-25-U-8182 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાનો ટ્રક નં. GJ-25-U-8182 નો પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના મોટાભાઇ હનીફભાઇ તેમના હવાલાના બાઈક નં. GJ-11-CA-૮૩૮૪ને લઇ આવતા હોય તેને હડફેટમમા લઇ ફરીયાદીના મોટાભાઇ તથા તેમના દિકરાને શરીરે ઇજા કરી હતી.